Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: પાણી માગવા ગયેલી મહિલાને નેતાજી તરફથી લાત મળી, જુઓ VIDEO

અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો એક મહિલાને માર મારતો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. આ મહિલા પાણી મુદ્દે રજુઆત કરવા આવી હતી અને તેણે મારનો ભોગ થવું પડ્યું. 

અમદાવાદ: પાણી માગવા ગયેલી મહિલાને નેતાજી તરફથી લાત મળી, જુઓ VIDEO

જાવેદ સૈયદ, અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો એક મહિલાને માર મારતો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. આ મહિલા પાણી મુદ્દે રજુઆત કરવા આવી હતી અને તેણે મારનો ભોગ થવું પડ્યું. 

આ તે કેવી વિચિત્રતા... જે જનતા પોતાના પ્રતિનિધિને ચૂંટે તે જ પ્રતિનિધિના હાથે તેમણે માર ખાવાનો વારો આવે. આ અગાઉ બલરામ થવાણીના ભાઈ કિશોર થવાણી પણ પાણીના મુદ્દે કોઈ વ્યક્તિ સાથે મારામારી કરી ચૂક્યા છે. કિશોર થવાણી કુબેરનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર છે. કિશોર થવાણી વિરુદ્ધ સરદાર નગર પોલીસમાં અગાઉ અરજી પણ કરવામાં આવેલી છે. કાર્યાલયની બહાર જ મહિલાને માર મારવામાં આવ્યો હતો. 

વીડિયોમાં માર ખાતી જે મહિલા જોવા મળી રહી છે તે બલરામ થવાણીને મળવા માટે તેમની ઓફિસે ગઈ હતી. જ્યાં પાણીની રજુઆત કરવા તે ગઈ હતી. આ દરમિયાન ધારાસભ્ય બલરામ થવાણીએ તેને માર માર્યો આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થતા હાલ તો મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. જો કે વીડિયો વાઈરલ થતા ધારાસભ્યએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં માફી પણ માંગી અને કહ્યું કે આવું નહતું થવું જોઈતું. તેઓ મહિલાની પણ માફી માંગવા તૈયાર થઈ ગયા હતાં. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More